મોરબી: રંગપર પાસે કારખાનામાં યુવકના માથે પાઉડરની બોરીઓ પડતા મૃત્યુ

0
127
/

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના રંગપર ગામ પાસેના કારખાનામાં યુવકના માથે પાઉડરની બોરીઓ પડતા શ્વાસ રૂંધાઇ જવાથી તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 11ના રોજ રંગપર ગામમાં આવેલ લાફાંસ વિટ્રીફાઇડ કારખાનામાં રાકેશભાઇ ધુલીયાભાઇ કટારા (ઉ.વ. 25) કામ કરતો હતો. તે વખતે પાઉડરની બોરીઓ તેના ઉપર પડતા શ્વાસ રૂંધાઇ જવાથી તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/