અનેક લેખિત રજૂઆત છતાં તંત્રએ આંખ આડા કાન કરતા તંત્રને જગાડવાનો વિનમ્ર પ્રયાસ
મોરબી : હાલ મોરબી તાલુકાનાં ભડિયાદમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ગામતળની જમીનમાં રહેણાંક હેતુથી ગરીબ અને મજુર વર્ગના લોકોને પ્લોટ ફાળવણી કરવા માંગણી કરવાં આવી હતી. જે બાદ ગામના રહીશોને લેન્ડ કમીટી દ્વારા તા. 23/08/2010ના રોજ પ્લોટ મંજુર કરવામાં આવ્યા હતા. તેમ છતા આજ દિન સુધી પ્લોટ ફાળવણી કરવામાં આવી નથી.
આ ઉપરાંત, મોરબી તાલુકાના ત્રાજપર ગામમાં તા. 9-3-1983ના રોજ મંજુર કરી ફાળવામાં આવેલ પ્લોટને સનદ આપવામાં આવી નથી. જેથી, આ બન્ને બાબતે સામાજિક કાર્યકર અનિલભાઈ સી. અંબાલિયા દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અનેક વખત લેખિત રજુઆત કરી છે. જેમાં ભડિયાદ ગ્રામ પંચાયતના લાભાર્થીઓને પ્લોટ ફાળવવા તેમજ ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટની સનદ આપવા માગણી કરેલ હતી.
જો કે તંત્રએ માંગણીઓ મુદે આંખ આડા કાન કરી લીધા હોય તેમ આ માંગણી પર ધ્યાન ન આપતા સામાજીક કાર્યકર અનિલભાઈ અંબાલીયાની આગેવાનીમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે જ પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા. અને જ્યાં સુધી તેમની માંગણી નહિ સંતોષવામાં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવા આવી હતી. તેમજ આ ઉપવાસ આંદોલન દરમિયાન કોઈ ઉપવાસીની તબિયત લથડશે તો તેની જવાબદારી તંત્રની રહશે તેમ પણ સાંમાજિક કાર્યકર અનિલભાઈ અંબાલિયા જણાવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide