મોરબીમાં પેટા-ચૂંટણી વખતે શરૂ કરેલી સફાઈ ઝુંબેશ હાલમાં કેમ બંધ છે? : કોંગી અગ્રણીનો સાંસદને સીધો સવાલ

0
55
/
પેટા-ચૂંટણી સમયે સાંસદ મોહનભાઇએ અંગત રસ લઇ કરાવેલા પ્રાથમિક સુવિધાના કામો માત્ર મત મેળવવા પૂરતો દેખાવ હોવાનો કોંગ્રેસના રમેશભાઈ રબારીનો ધારદાર આક્ષેપ

મોરબી : હાલ મોરબી શહેરના નાગરિકોની સુખ-સુવિધા એવા ભૂગર્ભ ડ્રેનેજને સફાઈની અને લાઈટ સહીતના પ્રશ્નો ભાજપ દ્વારા વિધાનસભા પેટાચુંટણી વખતે ઉઠાવવામાં આવ્યા હતા. તેમજ પેટા-ચૂંટણીમાં મત મેળવવા માટેની આધુનિક સફાઈ ઝુંબેશ હાલમાં કેમ બંધ કરેલ છે? તેવા સણસણતા સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાને લેખિતમાં કરવામાં આવ્યો છે.

આ અંગે રમેશભાઈએ યાદીમાં જણાવ્યું છે કે તાજેતરમાં વિધાનસભા પેટા ચુંટણી સમયે મોહનભાઇએ અંગત રસ લઈ લોકોના મત મેળવવા માટે શહેરની ભૂગર્ભ ગટરની ગંદકી દૂર કરવા, રોડ-રસ્તા અને નાલાઓ રીપેર કરવા તેમજ દરેક વોર્ડમાં સફાઈ માટે સફાઈ કામદારની ટીમ બનાવી સફાઈ કરાવેલ હતી. તેમજ જે લાઈટો બંધ હતી તે ચાલુ કરાવેલ હતી. ભુગર્ભ ગટર સફાઈ માટે આધુનિક મશીનરી સાથે કોર્પોરેશનની ટીમ બોલાવી ભૂગર્ભ ગટર સાફ કરાવેલ તેમજ શહેરના રસ્તાઓ ઉપર આધુનિક મશીનો ફેરવી સફાઈ કરેલ હતી. ત્યારે સફાઈ માટે મોરબી નગરપાલિકાનું તંત્ર સક્ષમ ન હોય. તો સરકારી નિતિઓ મુજબ કોર્પોરેશનની સફાઈ ટીમો વિવિધ સાધનો અને વાહનો સાથે શ્રેષ્ઠ કક્ષાના શ્રમિકો બોલાવી લોકોને ઉપયોગી બન્યા હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/