ગટરના દૂષિત પાણી ભરાતા અને ભયંકર કાદવ કીચડ થવાથી બાજુની સ્કૂલના બાળકોના આરોગ્ય પર જોખમ : છ વખત રજુઆત કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર
મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ભીમરાવનગરમાં ગટરની ભયકર ગંદકીથી નર્કથી બદતર હાલત થઈ ગઈ છે. ગટરના દૂષિત પાણી ઉભરાતા અને ભયંકર કાદવ કીચડ થવાથી બાજુની સ્કૂલના બાળકો સહિતના સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.પાલિકા તંત્રના પાપે એક માસથી આ ગંભીર સમસ્યા ઠેરની ઠેર રહેતા સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ વ્યાપી ગયો છે.
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસ પરા પાસેના ભીમરાવનગર વિસ્તાર છેલ્લા એક મહિનાથી ગટરની ગંદકીથી પ્રભાવિત છે.આ ગટરની સમસ્યા અંગે સ્થાનિક રહિશ દિવ્યકાંતભાઈ સોલંકીએ તંત્ર સામે બળાપો ઠાલવતા કહ્યું હતું કે,ભીમરાવનગરમાં છેલ્લા એક માસથી ભૂગર્ભ ગટર ગંદકીથી ઓવરફ્લો થઈ રહી છે.ગટરની ગંદકી આખા વિસ્તારમાં ફરી વળી છે.ભૂગર્ભ ગટરની સફાઈ ન થવાથી ચોકઅપ થઈ ગઈ છે.વરસાદી પાણીનો નિકાલ ન થવાથી અને ઉપરથી ગટરમાંથી સતત ગંદકી બહાર નીકળતી હોવાથી તેમના વિસ્તારમાં દૂષિત પાણી ફરી વળ્યાં છે અને ભયકર કાદવ કીચડ સર્જાયું છે.જોકે આ ગંદકીની બાજુમાં જ સ્કૂલ હોવાથી બાળકો માંદગીમાં સપડાઈ જાય તેવી કપરી સ્થિતિ નિર્માણ થઈ છે .તેમજ આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય ગયું છે.જોકે પાલિકા તંત્રને છ વખત રજુઆત કરવા છતાં એક માસથી આ ગંભીર સમસ્યા યથાવત રહેતા લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. તેથી તંત્ર આ ગંભીર બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide