મોરબી: બાઈક ચોરીમાં પેરોલ ઉપર છૂટ્યા બાદ વધુ બે બાઈક ચોર્યા

0
209
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળીયા પોલીસે રીઢા વાહન ચોરને ઘાટીલા ગામની સીમમાંથી બે બાઈક સાથે ઝડપી લીધો

માળીયા : હાલ મોરબી શહેરમાંથી વાહનચોરી કરતા ઝડપાઇ ગયા બાદ મોરબી સબજેલમાંથી પેરોલ ઉપર છૂટેલા શખ્સે મોરબી અને હળવદથી ફરી બે મોટર સાયકલ ચોરી કરતા માળીયા પોલીસે ચોરાઉ બન્ને બાઈક સાથે રીઢા તસ્કરને ઘાટીલા રણ જવાના રસ્તેથી ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસ ગુન્હાખોરી ડામવા અંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ધાંટીલા ગામથી સીમમાં રણ તરફ જવાના રસ્તે બે શંકાસ્પદ મોટર સાયકલ સાથે મૂળ છોટાઉદેપુર અને હાલમાં ઘાટીલા ગામે ખેતી કરતો સુનીલભાઇ ભાવસિંગભાઇ નાયકા મળી આવતા બન્ને મોટર સાયકલ અંગે પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપી શક્યો ન હતો.

જેને પગલે માળીયા પોલીસે પોકેટ કોપ એપ વડે બન્ને મોટર સાયકલ અંગે તપાસ કરતા બજાજ કંપનીનુ પ્લેટીના મોટર સાયકલ હળવદના ટીકર નજીકથી અને હીરો કંપનીનુ સ્પ્લેન્ડર આઈ સ્માર્ટ સીલ્વર મોટર સાયકલ મોરબી આયુષ હોસ્પિટલ નજીકથી આરોપીએ ચોરી કરેલ હોવાનું ખુલ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આરોપી સુનીલભાઇ ભાવસિંગભાઇ નાયકા વિરુદ્ધ અગાઉ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ થતા આરોપીને મોરબી સબજેલમાં ધકેલી દેવાયો હતો જ્યાંથી પેરોલ ઉપર છૂટયા બાદ હમ નહીં સુધરેંગેની નીતિ ચાલુ રાખી વધુ બે બાઈક ચોરતા માળીયા પોલીસની ઝપટે ચડી ગયો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/