લોકડાઉનમાં સેવાકાર્ય બદલ કાર્યકારોને બિરદાવ્યા
મોરબી : મોરબી જિલ્લા ભાજપની ઓનલાઈન વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સ મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ યોજી હતી. તેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અગ્રણી પ્રદીપભાઈ વાળા, જિલ્લાના મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, હિરેનભાઈ પારેખ તેમજ મોરબી જિલ્લાના તમામ મંડળોના પ્રમુખ, મહામંત્રીઓ કોન્ફરન્સમાં જોડાયા હતા. કોન્ફ્રરન્સમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરેલ હતી. તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા લોકડાઉન દરમિયાન કરવામાં આવેલા સેવા કાર્ય લઇને તેઓને બિરદાવવામાં આવ્યા હતા. તેમ મોરબી નગરપાલિકાના કાઉન્સિલર તથા મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશ કણજારીયાએ યાદીમાં જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide