હળવદમાં ચાલુ ટ્રકમાંથી ઢોળાતા મીઠાથી અકસ્માતનો ભય અંગે મામલતદારને રજુઆત

0
30
/
હળવદ શહેર યુવા ભાજપે મામલતદારને આવેદન આપીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી

Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ શહેરના સર્કિટ હાઉસ ત્રણ રસ્તાથી હળવદ શહેર તરફ આવતા ટીકર રોડના વણક સુધી દરરોજ મીઠું ભરીને નીકળતા ટ્રકમાંથી મીઠું નીચે ઢોળાતું હોવાથી ટુ વહીલર વાહનચાલકો ઉપર અકસ્માતનો ભય તોળાતો હોવાની ભીતિ સાથે હળવદ શહેર યુવા ભાજપ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અકસ્માતની ઘટના બને તે પહેલાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્ર જણાવ્યું હતું કે ધ્રાગધ્રાથી હળવદ તરફ આવતા રસ્તામાં સર્કિટ હાઉસ પાસેના ત્રણ રસ્તાઓમાંથી એક રસ્તો હળવદ શહેર તરફ આવે છે. જે ત્રણ રસ્તાથી બીએસએનએલ ઓફીસ પાસેથી બાપા સીતારામ મઢુંલી પાસેથી ઉત્તર તરફ ટીકર જવાના રસ્તે વણાંક આવેલા છે. જેથી, ટીકર તેમજ રણ વિસ્તારથી અવરજવર કરતા મીઠા ભરેલા ટ્રકોમાંથી મીઠું રસ્તા ઉપર ઢોળાઈ છે. હાલમાં મીઠાની સિઝન હોવાથી ટીકર રણ વિસ્તારોમાંથી મીઠું ભરીને અનેક વાહનો ટીકર રોડથી જીઆઇડીસી સુધી અવરજવર કરે છે. પણ આ રોડ ઉપર ઘણા સ્પીડ બ્રેકરો હોવાથી અહીંથી મીઠું ભરીને નીકળતા ટ્રકોમાંથી મીઠું ઢોળાઈ છે. જેથી, રસ્તાઓ ઉપર મીઠું ઢોળાવાથી અનેક નાના વાહનો સ્લીપ થઈ જાય છે. જેથી, નાના વાહનચાલકોને ઇજાઓ પહોંચે છે અને ગંભીર અકસ્માત થવાનો ભય હોવાથી તંત્ર વહેલાસર આ ગંભીર બાબતે યોગ્ય પગલાં ભરે તેવી માંગણી કરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/