મોરબી : મોરબીમાં ઉછીના આપેલા પૈસા પરત ન આપતા ઉશ્કેરાયેલા શખ્સે એક યુવાનને ગળાના ભાગે છરી મારી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સનવર્લ્ડ સીરામીકમા રહેતા હલકેસિંગ ગજરાજસિંગ ઠાકોરે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ પરસોત્તમસિંગ ઉદલસિંગ ઠાકોર પાસેથી રૂ. 2 હજાર ઉછીના લીધા હતા. આ ઉછીના પૈસા માંગતા તેઓએ બીજે દિવસે સવારે આપવાનું કહ્યું હતું. જેથી પરસોત્તમસિંગે ઉશકેરાઈ જઈને ગળાના ભાગે છરી મારી ઇજાઓ પહોંચાડી હતી.આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે પરસોત્તમસિંગ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide