મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સંપ ખાતે રહેતા હેલ્પરના કવાર્ટરને ગઈકાલે રાત્રી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કર્યા બાદ ઘરની અંદરથી ૧૬ હજારની રોકડ તેમજ બહાર પડેલા બાઈકની ચાવી સહિતનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરી ગયેલ છે જેથી આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ભોગ બનેલા હેલ્પરની ફરિયાદ લેવા માટેની હાલમાં તજવીજ ચાલી રહી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ માળીયા તાલુકાના નવાગામના રહેવાસી અને હાલમાં બાયપાસ રોડ ઉપર આવેલ ગુજરાત વોટર સપ્લાય ઈન્ફ્રાસ્ટ્રકચરના સંપ ખાતે રહેતા જાડેજા જીતેન્દ્રસિંહ ખોડુભાના કવાર્ટરને ગત રાત્રિ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ અને ઘરના તાળાં તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા ત્યારબાદ ઘરમાં ખાખાખોરા કરીને રોકડા રૂપિયા ૧૬,૦૦૦ તેમજ હિસાબ લખેલ બુક અને બાઇકની ચાવી તસ્કરો ચોરી કરી ગયા છે આ ઉપરાંત તેઓએ ચાંદીની સુડી અને ચાંદીની લક્કી પણ ઘરમાંથી ચોરી કરી હતી જોકે બાજુના ઘરમાં રાત્રિ દરમિયાન લોકો જાગી ગયા હોય તેવો અવાજ આવતા તસ્કરો કિંમતી મુદ્દામાલ ત્યાં છોડીને રાત્રિના અંધારામાં ઓગળી ગયા હતા જોકે આ બનાવની હેલ્પર જાડેજા જીતેન્દ્રસિંહ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે ગઇ હતી અને ભોગ બનેલા કર્મચારીની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છેઅત્રે ઉલ્લેખનીય છે કે આજથી ચારેક મહિના પહેલા આ જગ્યા ઉપર અન્ય એક કર્મચારી ના મકાનમાં તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને તે સમયે તે કર્મચારીના ઘરમાં થી ૧૬ લાખથી વધુ સોનું સહિતના મુદ્દામાલની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને આ બનાવની જે તે સમયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ હજુ સુધી આરોપીઓ પકડાયા નથી વધુમાં મળતી વિગત પ્રમાણે અગાઉ પણ જ્યારે ચોરી થઈ હતી તે સમયે જે-તે કર્મચારીના ઘરમાં માંગલિક પ્રસંગ આવતો હોવાથી સોનાના દાગીના ઘરમાં પડ્યા હતા જોકે હાલમાં જે કર્મચારીના મકાનને નિશાન બનાવવામાં આવ્યું છે તેના ઘરમાં પણ આગામી દિવસોમાં માંગલિક પ્રસંગ આવી રહ્યો હતો પરંતુ ઘરધણીએ દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ બેંકમાં રાખ્યો હોવાથી તસ્કરોના હાથમાં મોટો દલ્લો આવ્યો નથી જોકે આ બંને બનાવ જોતા કોઈ જાણભેદુ જ આ બંને ચોરીના બનાવમાં સંડોવાયેલ હોય તેવી શક્યતા સેવાઈ રહી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide