રોડ અને પુલ પર ફૂટ-ફૂટ કરતા પણ મસમોટા ખાડાઓ પડી જતા વારંવાર સર્જાતો ટ્રાફિકજામ : બાયપાસ પરનો પુલની છેલ્લા બે વર્ષથી જોખમી હાલત
મોરબી : આજે મોરબી બાયપાસ ઉપર આરટીઓ કચેરી પાસે જર્જરીત પુલ અને ખરાબ રસ્તાના કારણે આજે ફરી ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં મોરબી બાયપાસ ઉપર આરટીઓ કચેરી પાસેથી છેક ધરમપુર ગામના પાટિયા સુધી ટ્રાફિકજામ સર્જાતા સવારના સમયે કામ સબબ નીકળેલા અનેક વાહન ચાલકો ટ્રાફિકજામમાં બરોબરના ફસાયા હતા. લાંબા અંતર સુધી બન્ને બાજુએ વાહનોની કતારો લાગી જતા ખાસ્સો સમય સુધી એકદમ કાચબા ગતિએ વાહન વ્યવહાર ચાલતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.
મોરબી બાયપાસ ઉપર આરટીઓ પાસે ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની ગઈ છે અને આ ટ્રાફિકજામની સમસ્યા વાહનચાલકો માટે શિરદર્દ સમાન બની ગઈ છે. દરરોજ દિવસમાં સવાર સાંજ બે વખત ટ્રાફિકજામ થઈ જાય છે અને કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે આ રોડ ઉપર અને પુલ ઉપર ફૂટ-ફૂટ કરતા પણ વધુ મસમોટા ખાડા પડી ગયા છે અને વરસાદને કારણે રોડ પરના ખાડાની પહોળાઈ વધી રહી છે. તેથી, આ ખાડાઓને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે સાથોસાથ વાહન ચાલકો ઉપર અકસ્માતનું પણ મોટું જોખમ રહે છે.
જ્યારે બાયપાસ પાસેના પુલની છેલ્લા બે વર્ષથી જોખમી હાલત છે. પુલ ઉપર મસમોટા ગાબડાં પડી ગયા છે. છેલ્લા બે વર્ષથી પુલ ઉપર પાણી ભરાઈ રહે છે. જો કે તંત્ર દ્વારા માટી નાખીને ગાબડાંની મરમત્ત કરવામાં આવે છે. પણ દર વર્ષે વરસાદમાં ફરી ખરાબ હાલત થઈ જાય છે. આજે પણ માટીના ગાબડાં પુરવાની કામગીરી ચાલતી હતી. જેના કારણે પણ ટ્રાફિકજામ થયો હોવાની શક્યતા છે. જો કે હાલ ખાડા બુરી દેવામાં આવ્યા છે પણ વરસાદ થશે ત્યારે ફરી પછી ‘જેસે થે’ તેવી સ્થિતિ થઈ જશે. આથી, વહેલી તકે આ સમસ્યા હલ કરવા સંબધિત તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી વાહનચાલકોએ માંગ ઉઠાવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide