મોરબી જિલ્લામાં ગતરાત્રે ભારે પવન-વરસાદથી બંધ પડેલ મોટાભાગના ફીડરો ચાલુ કરાયા

0
24
/
પીજીવીસીએલના કર્મચારીઓ યુદ્ધના ધોરણે રાતભર મહેનત કરીને વીજ પુરવઠો પૂર્વવત કર્યો

મોરબી : આજે મોરબી જિલ્લામાં ગતરાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો અને વિજપોલ ધારાશયી થયા હતા. જિલ્લામાં 27 જેટલા વિજપોલ પડી ગયા હતા. જેમાં સૌથી વધુ મોરબી અને હળવદ પંથકમાં નુકશાન થયું હતું. આથી, મોરબી પીજીવીસીએલના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે રાતભર કામગીરી કરીને ક્ષતિગ્રસ્ત થયેલા મોટાભાગના ફીડરો ચાલુ કરીને વીજ પુરવઠો પૂર્વવર્ત કર્યો હતો.

ગતરાત્રે ભારે પવન સાથે ખબકેલા વરસાદને કારણે મોરબી અને હળવદ તાલુકાના ફીડરોને વધુ નુકશાન થયું હતું. આથી, ગતરાત્રે જ પીજીવીસીએલના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવર્ત કરવાની કામગીરી કરી હતી. જેમાં મોરબી સીટી વિસ્તારમાં 15 જેટલા ફીડર ક્ષતિગ્રસ્ત થયા હતા. તેને રાત્રે જ ચાલુ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત, ખેતીવાડીના 130 ફીડર અને જ્યોતિગ્રામ હેઠળના 15 ફીડરોને નુકશાન થયું હતું. જ્યારે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 40 ફીડર બંધ હતા. તેમાંથી હાલ 30 ફીડરો ચાલુ કરી દેવામાં આવ્યા છે. જો કે વિજતંત્રના કર્મચારીઓ રાતભર મહેનત કરીને જિલ્લાના મોટાભાગના ક્ષતિગ્રસ્ત થયેલા ફીડરોનું રિપેરીગ કરીને ચાલુ કરી દીધા છે.બાકીના ઇન્ડસ્ટ્રીઝ અને ખેતીવાડીના બંધ રહેલા ફીડરોનો સર્વે કરીને યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવશે તેમ પીજીવીસીએલના અધિક્ષક ડોબરીયાએ જણાવેલ હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/