મોરબી : સિરામીક કારખાનાની ઓરડીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

0
108
/

મોરબી : તાજેતરમા મોરબીના એક સીરામીક કારખાનાની ઓરડીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 2ના રોજ મોરબીના ઘુટુ રોડ પર સનગોલ્ડ સીરામીકની ઓરડીમા રાકેશભાઇ રઘુભાઇના પત્ની ઇશાબેને (20 વર્ષીય) રસી વડે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. મૃતકનો લગ્ન ગાળો આશરે 1 વર્ષનો છે. તથા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. હાલમાં પોલીસ દ્વારા ઈશાબેનના આપઘાતનું કારણ જાણવા અને બનાવ અંગે વધુ તપાસ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/