મોરબી સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવ્યો: 140 જીવીટી એકમો બંધ કરવા વિચારણા

0
20
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. ખાસ કરીને જીવીટી ટાઇલ્સ ઉત્પાદન કરતા એકમોને મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે ક્રમશઃ એકમો બંધ કરવા અંગે હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી માલનો જે ભરાવો થયો છે તેનો નિકાલ થઈ શકે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે. લાખો લોકોને આ ઉદ્યોગ થકી સીધી તથા આડકતરી રીતે રોજગારી મળે છે. માત્ર ગુજરાત નહિ પણ દેશના અર્થતંત્રમાં પણ સિરામિક ઉદ્યોગનો મહત્વનો ફાળો છે. પણ હાલ અનેક સમસ્યાઓના કારણે સિરામિક ઉદ્યોગ મંદી નડી રહી છે. જેના કારણે ઉદ્યોગકારોની હાલત કફોડી બની રહી છે. હાલ તમામ ઉદ્યોગો પ્રોડક્શન ચાલુ રાખવા માટે ઝઝૂમી રહ્યા છે.

જીવીટીની 600×600 અને 600× 1200 ટાઇલ્સનું ઉત્પાદન કરતા એકમોની હાલત વધુ ખરાબ હોય, તેઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ક્રમશઃ એકમો બંધ કરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર 141 જેટલા જીવીટી ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ કરતા એકમો છે. જેમાંથી અમુક એકમો ફેબ્રુઆરી માસ દરમિયાન બંધ રાખવામાં આવશે. જ્યારે અમુક એકમોને એપ્રિલ માસ દરમિયાન બંધ રાખવામાં આવશે. હાલ આ અંગે વિચારણા ચાલી રહી છે. થોડા દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.જીવીટી ટાઇલ્સનું ઉત્પાદન કરતા એકમોમાં હાલ ટાઇલ્સનો ભરાવો થઈ ગયો છે. સામે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બન્ને માર્કેટમાંથી ડિમાન્ડ ઓછી છે. ડિમાન્ડ સામે સ્ટોક પૂર્ણ કરવા માટે ક્રમશઃ એકમો બંધ કરવા સિવાય કોઈ રસ્તો ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. એટલે એકમો માટે એક- એક મહિનાનું વેકેશન જાહેર કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/