કર્તવ્ય જીવદયા કેન્દ્રએ સ્થાનિકોના સહયોગથી 4 દિવસની મહેનત બાદ સુવરને કુવામાંથી બહાર કાઢ્યું
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : મોરબી નજીકના ચાચાપર ગામના કુવામાં છેલ્લા 2 મહિનાથી એક સુવર પડી ગયેલ હતું. જેને ત્યાંની વાડીવાળા લોકો દ્વારા ઉપર થી જ ખોરાક આપવામાં આવતો હતો. બાદમાં આ ઘટનાની જાણ કર્તવ્ય જીવદયા કેન્દ્રના લોકોને થતા તેઓની ટીમ તે સ્થળે દોડી ગઈ હતી. ટીમને ત્યાં જઈને જોતા ખ્યાલ આવ્યો કે કૂવો જૂનો હોવાથી નીચે ઉતરી શકાય એમ નથી. તેમ છતાં સીડી વડે નીચે ઉતરતા ખ્યાલ આવ્યો કે સુવરએ કુવાની અંદર 10 ફૂટ ઊંડી દિવાલમાં સુરંગ કરી રાખી હતી. જેથી, એ એની અંદર જતા રહેતા બહાર કાઢવું મુશ્કેલ હતું. ટીમ દ્વારા 3 દિવસ સુધી તળિયે નેટ પાથરી સુવરને ઉંચકવાની કોશિશ કરી પણ 3 દિવસ સુધી તેમાં સફળતા પ્રાપ્ત થઈ ન હતી. અને તેના નજીક જતા એ ટીમ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરતું હતું. આથી, ટીમે સુવરને ગારીયો કરી ઉપર ખેંચવાનું નક્કી કર્યું હતું.
ગઈકાલે 4 દિવસની મહેનત બાદ ટીમ આ સુવરને બહાર કાઢવામાં સફળ થઇ હતી. આ રેસ્ક્યુ ઓપરેશન વાડીના સ્થાનિકો અને કર્તવ્ય જીવદયા કેન્દ્રના સહિયારા પ્રયાસથી સફળ બનાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગારીયો કરીને ઉચકવામાં પ્રાણીને દર્દ જરૂર થાય છે. પણ 3 દિવસ સુધી તમામ પ્રયાસ કર્યા છતાં નિષ્ફળતા મળતા ટીમે છેવટે આ રસ્તો અપનાવો પડ્યો હતો. તેમજ થોડી તકલીફ સહન કર્યા બાદ સુવરને આજીવન શાંતિ-સુખ મળી ગયું હતું. આ પ્રકારના બનાવ સંદર્ભે કોઈપણ પ્રાણીને બચાવવા રેસ્ક્યુ કામગીરી માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રનો સંપર્ક કરી શકાય છે. (કર્તવ્ય એનિમલ હેલ્પલાઇન 75748 85747, 75748 68886)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide