કોરોના મહામારી વચ્ચે ગરીબ પરિવારો માટે સસ્તા અનાજની દુકાનો આશીર્વાદ સમાન બની રહે છે જોકે મોરબીમાં સસ્તા અનાજની દુકાનમાં ત્રણ દિવસથી લોકોને ધક્કા ખવડાવતા હોય અને અનાજ મળતું ના હોય તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો આ મામલે તંત્ર સબ ઠીક હે નાં ગાણા ગાતું જોવા મળ્યું હતું
મોરબીના મંગલભુવન ચોક નજીક આવેલ સસ્તા અનાજની દુકાને છેલ્લા ૩ દિવસથી નાગરીકો પોતાના હકનું અનાજ લેવા માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે અને નાગરિકોને વહેલી સવારથી દુકાને બેસે છે છતાં પણ ટોકન આપવામાં આવતું નથી. અનાજ માટે આવેલા ગ્રાહકોને કોઈના કોઈ બહાના બનાવીને પરત મોકલતા હોવાના ગંભીર આક્ષેપો પણ લોકોએ કર્યા હતા તો આજે સવારથી વિસીપરા અને મંગલભુવન વિસ્તારના લોકો અનાજ લેવા માટે પહોંચ્યા હતા તો નેટ ના હોવાથી આજે પણ લોકોને ધરમધક્કો થયો હતો જ્યારે દુકાનદારને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું હતું કે તેના પિતાના નામે દુકાન હોય અને નામ ટ્રાન્સફર કરાવવા માટે આપ્યું હતું અને આજ નામ ફેરફાર થઇ જશે અને બપોર સુધીએ વિતરણ વ્યવસ્થા ચાલુ થઇ જશે તો લોકો પણ મોડા આવતા હોવાથી તેને ધક્કો ખાવો પડતો હોવાનો બચાવ કરેલ હતો
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
હરબટીયાળી...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...