મોરબી: રહીશો દ્વારા સતત બીજા દિવસે રામધૂન બોલાવી વિરોધ કરવા આવ્યા : ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ કે આવાસ યોજનામાં લોકો ગેરકાયદેસર રહે છે અને સ્થાનિક રાજકીય ષડયંત્ર ના લીધે આવા દેખાવો થાય છે લોકો સામાન્ય લેખિત રજુઆત કરે છે તો પણ પાલિકા કામ કરી રહી છે આવા દેખાવોની જરૂરિયાત નથી.
મોરબીના લીલાપર રોડ પરના મુખ્યમંત્રી આવાસ યોજનામાં સુવિધાઓનો અભાવ હોવાના લીધે આજે નગરપાલિકાએ મહિલાઓ મોટી સંખ્યામાં ગઈકાલે પહોચ્યું હતું પરંતુ તંત્ર એ સાંત્વના આપતા પરત થઈ ગઇ હતી ત્યારે આજે ફરી બીજા દિવસે પાલિકા કચેરીએ આવી અને વિરોધ કર્યો હતો અને પાલિકાના પટાંગણમાં બેસીને રામધુન બોલાવી ધરણા આપ્યા હતા જેમાં નગરપાલિકા ચીફ ઓફીસર પાસે મહિલાઓએ પીવાના પાણી અને ઉભરાતી ગટરની ગંદકીથી મકાનોમાં પાણી ભરાવવાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રોગચાળો ફેલાવવાનો ભય પણ છે જેને સત્વરે ઉકેલવામાં આવે તો બીજી બાજુ મોરબી નગરપાલિકા ચીફ ઓફીસર ગિરીશ સરૈયા દ્વારા જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા તમામ સુવિધાઓ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આપી હતી પરંતુ તેની જાળવણી કરવામાં આવાસ યોજનાના રહીશો નિષ્ફળ રહ્યા છે જેમાં આવા પ્રશ્નોના નિરાકરણ માટે આવાસમાં રહેતા જ લોકો માટે કમિટી બનાવવામાં આવશે અને જે લોકો આ આવાસ યોજનાના મકાનમાં ગેરકાયદેસર રહે છે તેની તપાસ હાથ ધરવામાં આવશે ઘણા લોકો ઘરના મકાન હોવા છતાં તે ઘરમાં રહે છે જે તેને લાગ્યું જ નથી અને બાદમાં એ કાર્યવાહી ન થાય એ માટે આવા પ્રશ્નો લઈ વિરોધ કરવા આવે છે પરન્તુ જો રહીશો તેના પ્રશ્નો લેખિતમાં આપે તો પણ નગરપાલિકા તેનું નિરાકરણ કરવા તૈયાર જ છે આવા દેખાવો ને રાજકીય ષડ્યંત્ર ગણાવી ગિરીશ સરૈયા દ્વારા લોકોની માંગની તપાસ કરી નિરાકરણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide