ખાણ ખનીજ વિભાગ દ્વારા 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસને સોપાયો
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમોએ જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચાઇન કલે ભરેલા ત્રણ ટ્રક ઝડપી લઈ અંદાજે એક કરોડની કિંમતના ટ્રક તાલુકા પોલીસ મથકમાં સોંપી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખાણ ખનીજ વિભાગ મોરબીના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની સુચના અન્વયે માઇન્સ સુપરવાઇઝર જી.કે. ચંદારાણા અને મિતેશભાઇ ગોજીયા દ્વારા મોરબી તાલુકામાં અલગ-અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી ગેરકાયદેસર ચાઇના કલે ખનિજના વહન બદલ વાહન ડમ્પર નંબર જીજે-૧૨-બીઝેડ-૭૦૭૨, ડમ્પર નંબર જીજે-૧૨-એઝેડ-૭૨૮૪ અને ડમ્પર નંબર જીજે-૧૨-બીઝેડ-૫૯૬૯ ને પકડી પાડી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અંદાજે એક કરોડની કિંમતના વાહનો સહિતનો મુદ્દામાલ સીઝ કરી જમા કરાવવામાં આવ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide