હળવદમા યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર શખ્સની ધરપકડ

0
70
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના ફોટો અપલોડ કરનાર વેગડવાવ ગામના યુવાન વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ અન્વયે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતીના નામે વેગડવાવ ગામે રહેતા આરોપી મહેશ રણછોડભાઈ કોળી નામના યુવાને ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બિભત્સ મેસેજ કરવાની સાથે આ યુવાને યુવતીનો ફોટો પણ અપલોડ કરતા યુવતીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહેશ કોળી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૫૪(ડી) તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬(સી), ૬૭, ૬૭(એ) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી અને હળવદ પોલીસે ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં ફેક આઈડી બનાવનાર આરોપી મહેશભાઈ રણછોડભાઈ કોળી રહે વેગડવાવ, હળવદવાળાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/