મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 કલાક સુધી કર્ફ્યુના અમલ દરમ્યાન કર્ફ્યુ ભંગ કરતા 5 લોકોની મોરબી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાંથી રાત્રે 9 વાગ્યા બાદ કર્ફ્યુ ભંગ કરી હરતા-ફરતા 5 શખ્સોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મોરબી શહેર એ. ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારના પંચાસર રોડ પરથી દિનેશ ઘેલાભાઈ રાઠોડ તથા દિવ્યેશ નરેશભાઈ કાવરને કર્ફ્યુ દરમ્યાન જાહેરમાં કોઈ ખાસ કામ વગર રખડતા અટકાવ્યા હતા. જયારે બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુબેર સિનેમા રહેતા અવિનાશ મનોજભાઈ સાયા અને રાહુલ મનોજભાઈ સાયા તથા જુના ઘુંટુરોડ પર રહેતા રવિ હરજીભાઇ સોલંકીને માળીયા ફાટક પાસેથી કર્ફ્યુ ભંગ કરતા ઝડપી પાડી કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide