મોરબી : અનલોક 2.0ની અમલવારી દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી વ્યાજબી કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે કર્ફ્યુ લાગુ છે ત્યારે મોરબી શહેરમાંથી કર્ફ્યુભંગ કરતા 3 લોકો સામે ગુન્હો નોંધી કલમ 188 મુજબ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.
મોરબી સીટી બી.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં 26 વર્ષીય વિજય નાગજીભાઈ રહે. વીશીપરાને, 26 વર્ષીય મયુર રમેશભાઈ ડઢૈયા રહે. વીશીપરાને, 19 વર્ષીય મોસીન હામીદભાઈ કટીયા રહે. ત્રાજપર વાળાને માળીયા ફાટક પાસેથી કોઈ ખાસ કામ વગર કર્ફ્યુની સમય મર્યાદામાં નીકળતા કલમ 188 હેઠળ ગુન્હો નોંધી અટકાયતી પગલાં ભરવામાં આવેલ છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...