મોરબી : જિમ ઓનર્સ એસોસીએશન ઓફ મોરબી દ્વારા મોરબી શહેરના જિમ-ફિટનેસ સેન્ટર ફરીથી શરૂ કરવા અંગે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ આવેદનપત્ર સ્ટેવેલના ડો. સંજય પટેલ, ફિસિઓફિટના ડો. ભાવિન ચાંદે, લેજેન્ડના જયેશભાઇ ભીમાણી, ફિટનેસ ફેક્ટરીના અનિલભાઈ, લિયોનના જનભાઈ, O2 ફિટનેસના અલ્પેશભાઈ, ગોલ્ડન માસ્કના ચંદ્રેશ પટેલ, K & Qના શ્રી મેમ તથા 7 જનરેશનના પ્રશાંત રેડીએ સાથે મળીને આપ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલમાં કોવિડ-19 મહામારીના તકેદારી માટે થયેલ લોકડાઉનના લીધે મોરબી શહેરના તમામ હેલ્થ, ફિટનેસ સેન્ટર, યોગા સ્ટુડિયો, જિમ 21 માર્ચ 2020થી બંધ છે. મોરબી શહેરના મોટા ભાગના હેલ્થ સેન્ટર ભાડા કરાર પેટાના, તેમજ જિમ ટ્રેનર તથા તેની સાથે જોડાયેલા અન્ય લોકોના પગાર તેમજ બેન્ક લોન-EMI જેવી આર્થિક જવાબદારીઓ પૂરી કરવી એ જિમ માલિકો માટે એક ગંભીર સમસ્યા છે. જો જલ્દીથી આ ફિટનેસ સેંટરોને ફરીથી ધબકતા કરવામાં ન આવે તો તેમના ફિટનેસ સેન્ટર-જિમનું અસ્તિત્વ ટકાવી રાખવા તેમજ ફિટનેસ ઈન્ડસ્ટ્રીજ સાથે સંકળાયેલા ટ્રેનર તથા અન્ય કર્મચારીઓના તથા તેમના પરિવારની રોજી-રોટી માટેનો એક ગંભીર પ્રશ્ન ઊભો થઈ શકેતેવી શક્યતાઓ છે.
આમ પણ મોરબી શહેર ગ્રીન ઝોનમાં સામેલ હોવાથી આ વૈશ્વિક કોવિડ મહામારીની તકેદારી રૂપે, મોરબી શહેરના લોકોની શારીરિક તંદુરસ્તી, આંતરિક રોગપ્રતિકારક શક્તિ અને માનસિક મનોબળ મજબૂત થાય તે માટે શારીરિક કસરતો – જિમ, યોગ જરૂરી છે. સાથે સાથે ફિટનેસ વ્યવસાય સાથે જોડાયેલા વર્ગના લોકોની આર્થિક સ્થિતિ સુધરે તે માટે મોરબી શહેરના ફિટનેસ સેંન્ટરોને ફરી પાછા ચાલુ કરવા અપીલ કરાઈ છે. આ મહામારીમાં જેમ બીજા ઉદ્યોગોને હાલમાં મંજૂરી આપવામાં આવી છે તેમ મોરબી જિમ-ફિટનેસ ઈન્ડસ્ટ્રીજને પણ ધ્યાનમાં રાખીને ચાલુ કરવાની મંજૂરી આપવાની માંગ કરાઈ છે. કોરોનાનું સંક્રમણ ના થાય તેના તકેદારીના ભાગરૂપે લેવાતા તમામ પગલાઓનું પાલન કરવા માટે તૈયાર હોવાની ખાતરી આપેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide