ગોંડલની સંસ્થા ઉપર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં મોરબીમાં આવેદનપત્ર અપાયું

0
31
/

મોરબી : મોરબીની ટીમ વિઝન સંસ્થાએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે તેમની સહયોગી સંસ્થા યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ-ગોંડલના સ્વંયસેવકો ઉપર તાજેતરમાં પોલીસ દ્વારા કાવતરા અને હિથયારોની ખોટી કલમો લગાવડામાં આવી હતી. જેના વિરોધમાં મોરબીની ટીમ વિઝન સંસ્થાએ કલેકટરને આવેદનપત્ર આપીને આ બનાવને વખોડી કાઢી તટસ્થ તપાસ કરવની માંગ કરી હતી.

રજુઆતમાં જણાવ્યું હતું કે આ સંસ્થા પૂર્વ ઘણા સામાજિક કાર્યો કરી ચુકી છે. જેમાં સરકાર સાથે મળીને 3600 જેટલી રક્તદાન વખતે 26 જાન્યુઆરી 2020 ના રોજ બોટલો એકત્ર કરવામાં આવી હતી. તેમજ વૃક્ષારોપણ સહિતના કાર્યોમાં સંસ્થા સક્રિય રહે છે. ત્યારે પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ ન કર્યો હોવા છતાં ખોટી કલમો લગાવી આ સંસ્થામાં પાવડો કોદાળી તથા રમતગમતના સાધનો અને ભેટમાં અપાયેલી તલવાર મળી હોય અને સંસ્થાના સ્થાપક નિખિલભાઈ દોગાનો ગૌસેવકો દ્વારા અપયેલા બંધમાં ટેકો ન હોવા છતાં તેમના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સમાજને ઉપયોગી થનાર આવી સંસ્થા ઉપર પોલીસ દ્વારા થયેલી ખોટી કાર્યવાહીને વખોડી કાઢી આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરીને યોગ્ય ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/