મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનો વિદાય સમારંભ યોજાયો

0
101
/

શિક્ષક તરીકે નિવૃત થનાર મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને માન સન્માનભેર વિદાય અપાઈ

મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શિવલાલભાઈ કાવર 30 જૂને વયનિવૃત થતાં શાળા પરિવાર તરફથી તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું.જેમાં પ્રાથમિક શિક્ષક તરીકેની 36 વર્ષની સેવાઓ બજાવી નિવૃત થનાર શિવલાલભાઈ કાવરને શુભકામનાઓ પાઠવવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ. પારેખ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

સાથોસાથ નાયબ ડીપીઈઓ સી.સી.કાવર, કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ પ્રસંગે શ્રી પારેખે જણાવ્યું હતું કે, મને ગર્વ છે કે શ્રીમાન કાવર ખૂબ સારું સ્વાસ્થ્ય ધરાવે છે. તેઓનું નિવૃત્તિ જીવન સુખમય અને શાંતિમય વીતે તેવી તેઓએ ઈશ્વરને પ્રાર્થના કરી હતી. શાળા દ્વારા આયોજિત આવા કાર્યક્રમની પ્રસંશા પણ કરી હતી. આ પ્રસંગે નિવૃત થતાં શિક્ષક શિવલાલભાઈએ શાળામાં રૂ10,000નું દાન કર્યું હતું. પોતાના કાર્યકાળની મધુરી યાદો તમામ સાથે વહેંચી હતી. શાળાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તન, મન અને ધનથી સહાય કરવાની તત્પરતા દર્શાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોએ શાળાના શિક્ષકનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને સુખમય શેષ જીવનની શુભકામનાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાંતિવન શાળા પરિવારના સૌ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે તમામે સાથે મળીને ભોજન લીધું હતું.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/