મોરબી શહેરમાં રીક્ષા ભાડામાં અસહ્ય વધારો, સીટી બસની સંખ્યા વધારવા માંગણી

0
240
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હાલ મોરબી શહેરમાં રીક્ષાના ભાડામાં અસહ્ય વધારો જોવા મળે છે જેમાં અને બમણો વધારો કરાયો છે ત્યારે સીટી બસની સંખ્યામાં તાત્કાલિક વધારો કરવા માંગ કરવામાં આવી છે

સામાજિક કાર્યકર મહાદેવ ગોહેલે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરમાં લોકલ રીક્ષા ભાડામાં અને ગ્રામ્ય વિસ્તારમાં રીક્ષા ભાડામાં બમણો વધારો કરવામાં આવ્યો છે જેથી મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને બેવડો ફટકો પડ્યો છે આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર મોરબી નગરપાલિકાને ૧૭ જેટલી સીટી બસો ફાળવવામાં આવી છે જેથી આ તમામ બસોનું શહેરના દરેક પોઈન્ટ પરથી સમયસર આયોજન કરવામાં આવે તો નાગરિકોની મુશ્કેલી હલ થઇ સકે તેમ છે

સીટી બસ ચલાવવા માટેના ખાસ પોઈન્ટની ભલામણ પણ સાથે સામેલ છે જે તમામ રૂટ પરથી સીટી બસ સમયસર ચાલુ કરવામાં આવે તો નગરપાલિકાને સારી આવક થશે અને નાગરિકોને મોંઘવારીથી મુક્તિ મળશે તેમ જણાવ્યું છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/