મોરબી કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું: રેસ્ટોરન્ટને રાત્રે 10 સુધીની છૂટ, રાત્રી કરફ્યુ હટી જશે

0
163
/

જિમ અને યોગ ઇન્સ્ટિટયૂટ તા.5થી ખુલશે, જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર અથવા થૂંકનારને રૂ. 500નો સ્થળ પર જ દંડ ફટકારશે 

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે સાંજે અનલોક-3 અંગેનું સતાવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જિલ્લામાં રેસ્ટોરન્ટને રાત્રે 10 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે. સાથે રાત્રી કરફ્યુ પણ હટાવી દેવામાં આવ્યો છે. આ તમામ રાહત આવતીકાલથી મળવાની છે. આ ઉપરાંત જિમ અને યોગ ઇન્સ્ટિટયૂટ તા.5થી ખોલવાની છૂટ આપવામાં આવી છે.

વધૂમાં અનલોક-3 અંગેના જાહેરનામામાં જણાવાયું છે કે જિલ્લાના તમામ વિસ્તારોમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. તમામ શૈક્ષણિક, ટ્રેનિંગ, રિસર્ચ, કોચિંગ સંસ્થાઓ તા.31 ઓગસ્ટ સુધી પ્રતિબંધિત રહેશે. ઓનલાઇન અથવા ડિસ્ટન્સ લર્નિંગ ચાલુ રાખી શકાશે. સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ જેવા સ્થળો ઉપર પ્રતિબંધ રહેશે.

સોશિયલ, પોલિટિકલ, સ્પોર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ, એકેડેમિક, કલ્ચરલ, રીલીજયસ ફંક્શન અને અન્ય મોટા મેળાવડાઓ ઉપર પ્રતિબંધ રહેશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના મુજબ કરવાની રહેશે.જાહેર સ્થળોએ થૂંકવા ઉપર કે માસ્ક, રૂમાલ, ફેસ કવર ન પહેરવા ઉપર રૂ.500નો દંડ થશે. આ જાહેરનામું તા.1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી અમલી રહી શકશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/