મોરબીના મંગલ ભુવન ચોક નજીક બે માસથી ઉભરાતી ગટરથી સ્થાનિક વેપારીઓને હાડમારી
મોરબી : હાલ મોરબીમાં વર્ષોથી ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. હાલમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે તંત્રના પાપે ગટર ઉભરાવવાની સમસ્યાએ લોકોનો કેડો મુક્યો નથી. સૌથી ગંભીર બાબત એ છે જ્યાં કલેકટરનું નિવાસસ્થાન આવેલું છે, તે મંગલ ભુવન ચોક નજીકમાં ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે છતાં તંત્ર આ સમસ્યાને ગાંઠતું નથી.
મોરબીના મંગલ ભુવન ચોક નજીક છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરવાની સમસ્યા છે. તેમાંય છેલ્લા બે મહિનાથી પાલિકા તંત્રની હદ બહારની બેદરકારીને કારણે મંગલ ભુવન ચોક નજીક ગટર ઉભરાવવાની સમસ્યાએ હદ ઓળગી દીધી છે અને આ વિસ્તારમાં ગટરના પાણી નદીના વહેણની જેમ વહીને ભારે ગંદકી ફેલાવી રહ્યા છે. તંત્રના પાપે સ્થાનિક વેપારીઓને ગટરના પાણી વચ્ચે જ ધંધો કરવા મજબૂર બન્યા છે તેમજ સ્થાનિક લોકોને ભારે હાડમારી ભોગવવી પડે છે જો કે આ વિસ્તારમાં કલેકટરનો બંગલો આવેલો હોય અને ત્યાંજ ગટર ઉભરાતી હોવા છતાં તંત્ર આ સમસ્યાને નજરઅંદાજ કરતા સ્થાનિકોમાં ભારે રોષ પણ વ્યાપી ગયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide