મોરબી : મોરબીના સોઓરડી વિસ્તારમાં આવેલ મુખ્ય ચોકમાં ગઈકાલે રાત્રે બાર વાગ્યે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ વિસ્તારના સદાય ભાઈચારો અખંડ રાખતા મુસ્લિમ બિરાદરે બાળકૃષ્ણને પારણે ઝુલાવીને કોમી એકતાના અનેરા દર્શન કરાવ્યા હતા.
મોરબીમાં ગઈકાલે જન્માષ્ટમી મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.જન્માષ્ટમી મહોત્સવ નિમિતે દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે એટલે કે રાત્રે બાર વાગ્યે સોઓરડી વિસ્તારના મુખ્ય ચોકમાં અંબિકા ગરબી ચોક મટકી ફોડના કાર્યક્રમ મટકી ફોડનો કાર્યક્રમ યોજાઈ છે. જેમાં જન્માષ્ટમી નિમિતે વર્ષોની પરંપરા અનુસાર ગઇરાત્રે 12 વાગ્યે આ વિસ્તારમાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક બાળકના સ્વરુપમાં બાળ કૃષ્ણના હાથે મટકી ફોડ કરીને નંદલાલના જન્મના ઉમેગભેર વધામણાં કરાયા હતા. આ નંદોત્સવમાં આ વિસ્તારના આગેવાન સુરેશભાઈ સિરોહીયા અને મુસ્લિમ બિરાદર સલીમભાઈએ બાળકૃષ્ણને હેત અને શ્રદ્ધાપૂર્વક પારણે ઝુલાવીને કોમી એકતાના અનેરા દર્શન કરાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,સલીમભાઈ હિન્દુઓના ભજન ગાય છે અને હિન્દૂઓના સંતવાણીના કાર્યક્રમોમાં બૅજો વગાડે છે.વર્ષોથી સોઓરડી વિસ્તારમાં રહેતા સલીમભાઈ હમેશા ભાઈચારાની ભાવના અંખડ રાખીને કોમી એકતાની અનેરી મિશાલ બની ગયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide