મોરબી કોંગ્રેસ સમિતિ દ્વારા ચીનના હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

0
37
/
શહીદો અમર રહો અને ચાઈના હાય-હાયની નારેબાજી લગાવી

મોરબી : બે સપ્તાહ પહેલા ભારત ચીન સરહદ પર ભારતીય સૈનિકો અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. ચીનના સૈનિકોની દગાખોરીથી ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. સેનાના જવાનોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે મોરબી કોંગ્રેસ સમિતિ દ્વારા નવા બસસ્ટેન્ડ સામે સરદાર પટેલના બાવલા પાસે સેનાના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શહેરના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે ચીનના હુમલામાં શહીદ થયેલા ભારત માતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી, કે.પી.ભાગીયા, કે. ડી. બાવરવા, કે.ડી.પડસુબિયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને જિલ્લા પંચાયતના સદસ્યો તથા કાર્યકરોએ હાજરી આપીને ભારતીય સેનાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ શહીદો અમર રહો અને ચાઈના હાય હાયની નારેબાજી લગાવેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/