મોરબીમાં બાંધકામની મંજૂરી વગર થઇ રહેલ કોમર્શિયલ બાંધકામ સીલ કરવા કલેક્ટરને રજૂઆત

0
179
/

મોરબી : મોરબીના રાજનગર પાસે મચ્છુ-2 ડેમની માઇનોર નંબર 2ની બાજુમાં માધાપર સર્વે નંબર ૧૨૭૫/૨૧૨૭૬/૧ વાળી જમીનમાં રહેણાંક હેતુસર બિનખેતી કરવામાં આવેલ છે. આ બિનખેતી જમીનમાં કોમર્શિયલ દુકાનો બાંધકામ થઇ રહ્યું હોય, જે બાંધકામની મંજૂરી વગર અને નીતિ-નિયમનો ભંગ કરીને દુકાનો બનતી હોય તે બાંધકામને સીલ કરવા માટે વધુ એક રજૂઆત જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.

ગઈકાલે જિલ્લા પ્રભારીની મુલાકાત હોય, લોકોને બહાર જ મૂકેલી પેટીમાં અરજી આપવાનું કહેવામાં આવ્યું હતું. અને જેટલા લોકો આવ્યા તે દરેકે આ પેટીમાં પોતાની રજૂઆત મૂકી છે. રાજનગરની બાજુમાં ઓમ પાર્ક સોસાયટી આવેલી છે. તેની સામે જ ૭૦ જેટલી દુકાનો બાંધકામ થઇ રહ્યું છે. જે ભવિષ્યમાં પીડાદાયક બને તેમ છે. તેથી, આ ઓમ પાર્ક સોસાયટીના નાગરિકોએ આ બાબતે લેખિત રજૂઆત કરી છે. અને તે રજૂઆત અન્વયે નગરપાલિકાએ તેમને નોટિસ પણ પાઠવી છે.

આ રજૂઆત કરતાં લોકોએ જણાવ્યું છે કે શોપિંગ સેન્ટર બને છે ત્યાં આગળ સિંચાઈ યોજનાની કેનાલ નીકળે છે અને દુકાનો બાંધકામની મંજૂરી લઈને નિયમો મુજબ બનાવવામાં આવે તો કોઈ હરકત નથી. પરંતુ બાંધકામની મંજૂરી વગર નિયમોનો ભંગ કરીને લોકડાઉનનો ગેરઉપયોગ કરી ખૂબ જ ઝડપથી બંધ કામ શરૂ કરવામાં આવ્યું છે. તે બાંધકામ તાત્કાલિક અટકાવીને સીલ કરી દેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અહીં એ વાત જણાવી દઈએ કે આગળની એક અરજી અન્વયે નગરપાલિકાએ નોટિસ પાઠવી છે પરંતુ નોટિસ મળી ને આપીને સંતોષ માની લીધો હોય તેમ બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે તેને અટકાવવાની કોશિશ કરી નથી. એ તેમની ફરજની બેદરકારીનો ભાગ પણ  ગણી શકાય.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/