મોરબી : કોરોનાગ્રસ્ત તબીબનું સારવાર દરમિયાન મૃત્યુ થતા મૃત્યુઆંક થયો 16

0
345
/

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સાથે કોરોનાના દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેમાં મોરબીના વૃદ્ધ તબીબે આજે કોરોનાના કારણે અંતિમ શ્વાસ લીધા છે. આ કેસ સહીત મોરબી જિલ્લાનો મૃત્યુઆંક 16 થયો છે.

મોરબી શહેરના વાવડી રોડ પર રહેતા તબીબ ડો. હીરાલાલ મણિશંકર ભટ્ટ (ઉ.વ. 72)નું કોરોનાની સારવાર દરમિયાન આજે મૃત્યુ નીપજ્યું છે. તેઓનો ગત તા. 18ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમનું આજે કોરોનાના કારણે મૃત્યુ થયું છે. આ સાથે મોરબી જિલ્લાના મૃત્યુનો આંક 16 સુધી પહોંચ્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/