મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક તકરાર નિવારણના કેસ જિલ્લા કક્ષાએ ઝડપથી નિકાલ કરવા માંગ

0
86
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : ગ્રાહક તકરાર નિવારણના કેસ ચલાવવા બાબતે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે દાખલ થયેલ કેસમાં 6 માસ સુધીમાં નિર્ણય આવી જવો જોઈએ. જો કે હાલ આ નિયમનો ચુસ્તપણે અમલ થતો ન હોય મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ આ બાબતે પત્ર લખી વડાપ્રધાન મોદીનું ધ્યાન દોર્યું છે.

કોઈ કંપનીની ચીજ-વસ્તુ કે સેવા બાબતે કોઈ ફરિયાદ હોય તો ગ્રાહકના હિત માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરીને મામલાની પતાવટ કરી શકાય છે કે ઉચિત ન્યાય મેળવી શકાય છે. આ માટે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે દાખલ થયેલા કોઈ પણ કેસનો 6 માસમાં ફેંસલો આવી જવો જોઈ. આ ઉપરાંત આજથી 6 માસ પહેલા સરકારી હુકમ પ્રમાણે 1 કરોડ સુધીની રકમના કેસ જે-તે જિલ્લામાં ચાલશે અને 5 કરોડ સુધીની રકમના કેસ અમદાવાદ ચાલશે એવું નક્કી કરેલ હતું. જો કે આજે 6 માસ થવા છતાં આ અંગે હજુ આગળ કોઈ નિર્ણય ન લેવાતા કેસોનો ભરાવો વધતો જાય છે.

કોરોના પરિસ્થિતિને લઈને દિલ્હીની સ્થિતિ સારી નથી ત્યારે દિલ્હીથી કોઈ નિર્ણય લઇ શકાતો ન હોય ગુજરાત સરકારે કેન્દ્રના નિયમોનું અમદાવાદ-રાજકોટ ખાતે ગ્રાહક સુરક્ષા કેન્દ્રો દ્વારા કેસો ઝડપથી પતાવવા માટેની કાર્યવાહીને વેગ મળે એવા પગલાં ભરવા જોઈએ, આથી ગ્રાહકોને સમયસર ન્યાય મળી રહે. મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ આ બાબતે ધ્યાન દોરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તથા સંબધિત તંત્રને પત્ર લખી ત્વરિત નિર્ણય કરવા જાણ કરેલ છે.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/