અયોધ્યા રામમંદિર ભૂમિપૂજન માટે મોરબીના મંદિરોમાંથી પવિત્ર જળ અને માટી એકત્ર કરાયા

0
48
/

મોરબી: અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરના મંદિરોમાંથી પવિત્ર જળ અને માટી એકત્ર કરી અયોધ્યા પહોંચાડી રહ્યા છે જે અંતર્ગત મોરબીમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા આજે મોરબીના મંદિરોમાંથી પવિત્ર જળ અને માટી એકત્ર કરવામાં આવી હતી

આજે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો અને કાર્યકરોએ મંદિરોમાંથી માટી અને જળ એકત્ર કર્યું હતું મોરબીના શકત શનાળા ગામે આધ્યા શક્તિ મંદિરે ગંગાજળી વાવમાંથી પવિત્ર જળ, નાની વાવડી કબીર આશ્રમ ખાતેથી જળ અને માટી તેમજ ભક્તિનગર સર્કલ ઉમિયા આશ્રમમાંથી પણ પવિત્ર જળ અને માટી લેવામાં આવી હતી જે અયોધ્યા પહોંચાડવામાં આવશે.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/