પૈસાની લેતી દેતી બાબતે થયેલી માથાકૂટ બાદ છરી વડે હુમલો કર્યો હતો : બનાવ હત્યામાં પલટાયો
મોરબી : મોરબીના બાપાસીતારામ ચોક પાસે એક દુકાનમાં યુવાનને તેના પિતરાઈ ભાઈએ રૂપિયાની લેતી-દેતી બાબતે થયેલી માથાકૂટ બાદ છરીના ઘા ઝીંકી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. છરી વડે થયેલા હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમ્યાન ઘાયલ યુવાનનું મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક નજીક રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર આવેલી બંસરી ટોય નામની દુકાનમાં પૈસાની લેતી દેતી મામલે અમિત પ્રવિણભાઇ ભાલોડીયા( મૂળ ગામ આમરણ)ને તેના કાકા કિશોરભાઈ મારીયા અને કાકાના દીકરા રાહુલ કિશોરભાઈ મારિયા સાથે બોલાચાલી થઈ હતી જેથી રાહુલે અમિતને છરીના આડેધડ ઘા ઝીકી દિધા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઈજા પામેલ અમિત પ્રવીણભાઈ ભાલોડીયાને હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત ન નિવડતા તેનું આજે મોત નીપજ્યું હતું. જેથી બનાવ હત્યામાં પલટાતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide