મોરબીમાં મોબાઈલ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : 30 હજારની રોકડ અને 10 મોબાઇલની ચોરી

0
129
/

પોલીસે બનાવની નોંધ કરી ચોરીનો ભેદ ઉકેલવા મથામણ શરૂ કરી

મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી આગળ જુના ધુંટુ રોડ ઉપર આવેલ મોબાઈલ શોપમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ મોબાઈલ શોપમાંથી અંદાજે રૂ.30 હજારની રોડક રકમ તથા 10 કિંમતી મોબાઈલ અને એસેસરીઝનો મુદામાલ ચોરી કરી ગયા હતા

આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી આગળ જુના ધુંટુ રોડ ઉપર આવેલ માતેશ્વરી મોબાઇલની દુકાનમાં ગતરાત્રે ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં તસ્કરો ગતરાત્રે આ મોબાઇલની દુકાનનું ઉપરનું પતરું તોડીને અંદર ખબકયા હતા.તસ્કરો આ મોબાઇલની દુકાનમાંથી આશરે રૂ.29430 હજારની રોડક રકમ તથા 10 કિંમતી મોબાઈલ અને એસેસરીઝનો મુદામાલ ચોરી કરી ગયા હતા.આજે સવારે નિત્યક્રમ મુજબ દુકાન માલિક પોતાની દુકાને આવ્યા ત્યારે તેમને પોતાની મોબાઈલ શોપમાં ચોરી થયાની ખબર પડતાં આ અંગે પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસે દુકાન માલિકની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જુના ધુંટુ રોડ ઉપર એક મોબાઈલ શોપમાં ચોરી થતા આસપાસના લોકોમાં ફફળાટ મચી ગયો છે. સ્થાનિક રહીશોએ ચોરીના બનાવો અટકાવવા પોલીસનું નાઈટ કોમ્બિગ વધારવાની માંગ કરી છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/