મોરબીમાં હાલના કપરા સમયમાં લારીઓ ઉપાડવાની કામગીરી અટકાવવા રજૂઆત

0
42
/

મોરબી : નેશનલ સ્ટુડન્ટ્સ યુનિઅન ઓફ ઇન્ડિયાના મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા તંત્ર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં પણ લારીઓ ઉપાડી જવાની કામગીરીને અટકાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે.

આ લેખિત રજુઆતમાં જણાવેલ છે કે છેલ્લા થોડા દિવસથી મોરબીમાં તંત્ર દ્વારા લારીઓ ઉપાડી જવાની કામગીરી થઇ રહી છે. પરંતુ લોકડાઉનના કારણે છેલ્લા 2 મહિનાથી લારીઓ વાળાના ધંધો-રોજગાર બંધ છે. એક બાજુ કોરોનાનો કહેર છે, તો બીજી તરફ તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી તાત્કાલિક અસરથી રોકવામાં આવે અને તે લોકોને ધંધો કરવાની છૂટ આપવામાં આવે, તેવી અપીલ કરવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/