ટંકારાના જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા વિકાસકર્યો માટે સ્વભંડોળમાંથી રૂ. 30 લાખ ફાળવ્યા

0
30
/

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાએ સ્વભંડોળમાંથી અંદાજે રૂ. 30 લાખ ફાળવ્યા છે. આ સ્વંભંડોળની રકમમાંથી ટંકારા પંથકમાં વિવિધ વિકાસ કામો હાથ ધરાશે. તેથી, ટંકારા પંથકમાં વિકાસ કામોને વેગ મળશે.

ટંકારા પથકમાં વિકાસ કામોને વધુ પ્રાધાન્ય આપવાના હેતુસર ટંકારાના ઓટાળા ગામની સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટિયા દ્વારા પોતાના સ્વભંડોળમાંથી અંદાજે રૂ. 30 લાખ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ટંકારા પંથકમાં વિવિધ વિકાસ કામો કરવામાં આવશે. જેમાં ટંકારા પોલીસ મથકની બહાર રૂ. 5 લાખના ખર્ચે સુંદર ઉપવન બનાવવામાં આવશે. તેમજ ટંકારાની સરકારી હોસ્પિટલમાં જવાના રસ્તાને પેવર બ્લોકથી મઢાશે. આ ઉપરાંત ટંકારાની લતીપર ચોકડીએ વનીકરણ અને ફેન્સી દીવાલ બનાવવામાં આવશે. આ સિવાય આંગણવાડી રોડ-રસ્તા સહિતના કર્યો જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાએ ફાળવેલા રૂ. રૂ. 30 લાખના સ્વભંડોળમાંથી કરવામાં આવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/