જિલ્લા પંચાયતમાં હાલ અનેક કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવાયા
મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે જિલ્લા પંચાયતમાં ડીડીઓ પોઝિટિવ આવતા બે અઠવાડિયાની રજા ઉપર ઉતરી ગયા છે આ ઉપરાંત મહેકમ શાખાના એક કર્મચારી પણ પોઝિટિવ આવ્યા છે.
મોરબી જિલ્લામાં કોરોનાએ માથું ઉંચક્યા બાદ ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે.ભગદેવે કોરોના ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેઓ બે અઠવાડિયાની રજા ઉપર ઉતરી ગયા છે બીજી તરફ ડીડીઓના સંપર્કમાં આવેલા તેમજ અન્ય કર્મચારીઓના પણ મોટાપ્રમાણમાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેમાં મહેકમ શાખાના કર્મચારી પણ પોઝિટિવ આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide