મોરબીના આમરણ મુકામે મોબાઈલ શોપના તાળા તૂટ્યા, 37 મોબાઈલની ચોરી

0
124
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
તાલુકા પોલીસે મોબાઈલ શોપની માલિકની ફરિયાદ પરથી રાબેતા મુજબની તપાસ હાથ ધરી

મોરબી : તાજેતરમાં મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલી મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટકયા હતા અને આ મોબાઈલ શોપમાંથી અલગ-અલગ કંપનીના 37 નંગ મોબાઈલની ચોરી કરી ગયા હતા.

ગત 22 જુલાઈના રોજ બનેલી આ ચોરીની ઘટનામાં દુકાન માલિકે ગઈકાલે ચોરી થયેલા મોબાઈલના બિલ રજૂ કરતા અંતે ફરિયાદ નોંધાઇ હતી. તાલુકા પોલીસે મોબાઈલ શોપની માલિકની ફરિયાદ પરથી રાબેતા મુજબની તપાસ હાથ ધરેલ છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના આમરણ ગામે આવેલ દાવલસાવાસમાં રહેતા અને આમરણ ગામ હાઇવે રોડ પાસે મુરલીધર મોબાઇલ નામની દુકાન ધરાવતા પરવેઝ ઇસ્માઇલભાઇ સોલંકી (ઉ.વ.૨૯)ની આ મોબાઈલ શોપમાં ગત તા. 22 જુલાઈના રોજ તસ્કરો ખાબકયા હતા અને તસ્કરોએ તેમની મોબાઈલ શોપનું શટર ઉચુ કરીને દુકાનમા પ્રવેશ કરીને અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ ૩૭, જેની કુલ કિ.રૂ. ૩૩,૫૪૮ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા દુકાન માલિક જાતે તપાસ કરતા મોબાઇલ મળી ન આવતા જેથી જે તે સમયે ફરીયાદ થઈ ન હતી અને ગઈકાલે આ ચોરી થયેલા તમામ મોબાઇલના બીલ મળી આવતા તેમણે તાલુકા પોલીસ મથકે હાજર થઈને ચોરીના બનાવની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/