મોરબી: કોરોનાને કાબૂમાં લેવા કડક કાયદો લાવવા ઔદ્યોગિક સંગઠનોની ખાસ અપીલ

0
202
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
ચેમ્બર ઓફ કોમર્સ અને મોરબી સોલ્ટ એસોસીએશન દ્વારા તંત્રને કરવામા આવી અપીલ

મોરબી : તાજેતરમાં મોરબીમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસોનો ગ્રાફ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે મોરબીમાં કોરોના સંક્રમણને અટકાવવું આવશ્યક છે. આથી, કોરોનાને કાબૂમાં લેવા માટે કડક કાયદો લાવવા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ તથા મોરબી સોલ્ટ એસોસીએશન દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે.

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જણાવાયું છે કે મોરબીને બચાવવા હવે કડક કાયદો લાવવો જરૂરી છે. મોરબી જીલ્લા વહિવટી તંત્ર, વિવિધ એશોસીએશનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજીક આગેવાનો અને સોસાયટી પ્રમુખો, નગરપાલીકાના મેમ્બરો, ગ્રામ પંચાયત સરપંચો, તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયતોના દરેક પ્રમુખો તેમજ મેમ્બરો તેમજ વહીવટી તંત્રને ખાસ કરીને નમ્ર અપીલ કે હાલમા મોરબીમા જે રીતે કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે, ત્યારે મોરબીને બચાવવા કંઇક જાહેરનામુ બહાર પાડીને કંટ્રોલ કરો, નહીતર મોરબી વુહાન તરફ પ્રયાણ કરી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. હમણા જ તહેવારો ચાલુ થશે. જે તે જીલ્લાની સ્થિતીમા આપ જ મોરબી માટે કરી શકો. કારણ કે સરકાર જનરલ કાયદો લાવી શકે તેવું નથી

વધુમાં, જરૂર પડ્યે ખરીદી માટે પણ સોસાયટી સંચાલકો પાસ ઇશ્યુ કરીને અઠવાડીયામા એક કે બે વાર જ લોકો ખરીદી કરવા જાય અને બહારગામથી આવતા લોકોનુ પણ મેડીકલ રૂટીન ચેકીંગ થાય તો જ આવનાર સમયમા મોરબીને બચાવી શકીશુ. નહિતર મોરબી જીલ્લામા કોઇ હોસ્પિટલ ની મોટી વ્યવસ્થા પણ નથી કે આટલા કેશોને સાચવી શકાય ત્યારે આ બાબતે યોગ્ય કરવા બધા જ આગેવાનોને પણ આગળ આવવા અપીલ કરાઈ છે.

અંતે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જયંતિભાઇ જેરાજભાઇ પટેલે યાદીમાં જણાવ્યું છે કે ફરીથી મોરબીને બચાવવા બધા જ આગેવાન લોકો સાથે મળીને આગળ આવીયે અને આપણા મોરબી તેમજ મોરબીની જનતા ને બચાવવા કટીબધ્ધ થઇએ.

આ ઉપરાંત, મોરબી સોલ્ટ એસોસીએશનના પ્રમુખ દિલુભા જાડેજાએ વહીવટી તંત્રને નમ્ર વિનંતી કરતા જણાવ્યું છે કે મોરબીને બચાવવા કંઇક જાહેરનામુ બહાર પાડીને કંટ્રોલ કરો, હમણા જ તહેવારો ચાલુ થશે. જે મોરબી જીલ્લાની સ્થિતીમા તંત્ર મોરબી માટે કરી શકો, કારણ કે સરકાર જનરલ કાયદો લાવી શકે તેમ નથી. ગાઇડલાઇન મુજબ તો કંઇક હવે કરો. મોરબીમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધે છે. હવે મોરબીને બચવા યોગ્ય કરવું અત્યંત જરૂરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/