મોરબી : મોરબી તાલુકાના ધુળકોટ નજીક ટ્રેક્ટરચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર ખાડામાં પડી ગયું હતું. તેથી, ટ્રેક્ટરચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામના રહેવાસી રમેશભાઈ અમરશીભાઈ રાઠોડ (ઉ.વ. 55) ગઈકાલે રાત્રે પોતાનું ટ્રેક્ટર નં. જીજે-10-એએમ-3494 લઈને કોયલી ગામથી ધૂળકોટ જતા હતા. આ દરમિયાન વચ્ચે આવતા પુલ પર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર ખાડામાં પડી ગયું હતું. આ અકસ્માતમાં રમેશભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide