મોરબી પંથકમાં મોડી રાત્રે વરસાદી ઝાપટું, આજે પણ વાદળછાયું વાતાવરણ

0
52
/

મોરબી : હાલ ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. 10 અને 11 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે સવારથી મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. તેમજ મોડી રાત્રે વરસાદી છાંટા પણ પડ્યા હતા.

મોરબી શહેરમાં ગઈકાલે તા. 10ના રોજ સવારથી સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ થઇ ગયું હતું. અને મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ કમોસમી વરસાદનું ઝાપટું આવ્યું હતું. આથી, રોડ-રસ્તાઓ ભીના થઇ ગયા હતા. તેમજ આજે પણ વ્હેલી પરોઢથી ધૂપ-છાંવ જેવું વાતાવરણ જોવા મળ્યું છે. આથી, આજે પણ વરસાદનું માવઠું આવવાના એંધાણ છે. ત્યારે કમોસમી વરસાદના લીધે પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં સેવાઈ રહી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/