જાહેર જગ્યાએ લગાવેલી દેવી-દેવતાના ફોટાવાળી ટાઇલ્સમાં ગંદકી ફેલાતી હોવાથી આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હિન્દૂવાદી સંસ્થાઓએ કલેકટરને આવેદન આપ્યું
મોરબી : હાલ મોરબી શહેરમાં ઘણી જાહેર જગ્યાએ હિન્દૂ દેવી-દેવતાઓના ફોટાવાળી ટાઇલ્સ કે ફોટા લગાવેલા હોય તેમાં અમુક લોકો થુંકતા કે કચરો કરીને ગંદકી ફેલાવતા હોવાથી હિન્દૂ દેવી દેવતાના અપમાનથી ધાર્મિક લોકોની લાગણી દુભાઈ છે. આથી, આવું હીન કૃત્ય કરનાર જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે આજે શિવસેના અને ગૌરક્ષકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
શહેરમાં હિન્દુ દેવી દેવતાઓના અપમાન બાબતે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામા આવી હતી. જેમાં આહીર એકતા મંચ મોરબી શહેર પ્રમુખ તેમજ બડા બજરંગ ફાઉન્ડેશન ટીમના લાલાભાઈ જીલરીયા અને શિવસેના તેમજ ગૌરક્ષા કમાન્ડો ફોર્સ પ્રમુખ કમલેશભાઈ બોરીચા તેમજ હિન્દૂ યુવા વાહિની જિલ્લા સદસ્ય પાર્થભાઈ ભટ્ટ તેમજ ધવલભાઈ પંડ્યા હાજર રહેલ હતા.
આ બધી જુદી જુદી સંસ્થાઓએ પોતાના લેટરપેડ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, શહેરમાં આવેદનમાં દર્શાવેલ જગ્યાઓ તેમજ અન્ય ઘણી જગ્યાઓ પર હિન્દુ દેવી-દેવતાઓના ફોટા વાળી લાદીઓ એવી રીતે લગાવેલી છે કે જેથી, ત્યા લોકો થુંકે નહીં, પેશાબ કરે નહીં અથવા કચરો ફેલાવે નહીં પરંતુ આ બાબત સરાહનીય નથી. જેમની રોજ પુજા કરીએ છીએ જેમને સર્વસ્વ માનીએ છીએ. તેમને આવી જગ્યાએ રાખીને ઘોર અપમાન કર્યું છે.
તે કારણોસર આ સંસ્થાઓએ સાથે મળીને કલેકટરને રજુઆત કરી છીએ કે આપ દ્વારા આવા લોકોના કૃત્ય દ્વારા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી હોવાથી દેવી દેવતાનું અપમાનજનક તમામ લાદી તથા ફોટાઓને દૂર કરવાની માંગ કરી છે. આમ છતાં જે તે વ્યક્તિ દ્વારા આ માગણી સ્વીકારવામા નહીં આવે તો આ સંસ્થાઓ સાથે મળીને તે જગ્યાના માલીક સામે આંદોલન કરી ખુલ્લા કરીને અપમાનજનક લાદીઓ અને ફોટા જાતે જ દૂર કરશે તેવી ચેતવણી પણ આપી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide