ગીર સોમનાથ : ગીરગઢડામાં દબાણ હટાવ કામગીરી સામે વેપારીઓનો ભારે વિરોધ

0
54
/

ગીર સોમનાથ : હાલ ગીર ગઢડા ગામે પસાર થતા ઉના-જામવાળા સ્ટેટ હાઇવેની બન્ને બાજુ મોટા પ્રમાણમાં થયેલા દબાણને લીધે અવાર-નવાર ટ્રાફીક જામની સમસ્યાઓ થતી હોવાથી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવતાં અને દબાણકર્તાઓને નોટિસો ફટકારવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

આજે ઉના-જામવાળા સ્ટેટ હાઇવેની બંને બાજુ દુકાન ધરાવતા વેપારીઓએ કલેકટરને લખેલું એક આવેદનપત્ર ગીર ગઢડા મામલતદાર કચેરીએ આપીને જણાવ્યું હતું કે ગીરગઢડામાં કોઈ ગામતળ નથી તેમ જ નાના-મોટા વેપારીઓને ધંધો કરવા માટે કોઈ સરકારી જમીન ફાળવવામાં આવી નથી. જેથી હાલ પૂરતું ઓપરેશન ડીમોલેશન મુલતવી રાખવા માગણી પણ  કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/