મોરબી જીલ્લાનાં તમામ ડૉક્ટરો પડતર પ્રશ્નો મુદ્દે હડતાલ પર ઉતર્યા

0
76
/

મોરબી: હાલ જીલ્લાના ડોકટરો પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરી ગયા છે જેમાં મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ સીએચસી અને પીએસચિ સેન્ટર ના ડોકટરો પણ હડતાલમાં જોડાયા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ જનરલ ઓ.પી.ડી નો ચાર્જ આર્યુવેદિક ડોકટરને સોપવામાં આવ્યો છે જેમાં જીલ્લાના 90 જેટલા ડોકટરોએ જિલ્લા પંચાયત ખાતે બેનરો લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેઓની 14 મુદાઓની માંગણી સંતોષાયા બાદ જ આ આંદોલન પૂર્ણ કરવા ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાત ઇનસર્વિસ ડોક્ટરો દ્વારા આજે પોતાના 14 પડતર પ્રશ્નો મામલે હડતાળ કરવામાં આવી છે જેના ભાગ રૂપે મોરબી જિલ્લાના તમામ ઈનસર્વિસીસ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા જેમાં મોરબી માળીયા હળવદ વાંકાનેર ટંકારા સહિતના સીએચસી અને પીએચસીના 90 જેટલા ડોક્ટરો પોતાના કામથી અલિપ્ત રહ્યા હતા જેના લીધે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડોકટરોએ 14 મુદાઓની માંગ સંતોષવા સરકાર સમક્ષ આવેદનપત્ર પણ પાઠવ્યું છે જેમાં આ ઇનસર્વિસ ડોકટરોને સાતમા પગારપંચ હેઠળ ગત તા.૧ /૧/૨૦૧૬ થી એનપીએ આપવું અને તેને પગાર ગણી લાભ આપવા,કેન્દ્ર હેઠળ પગાર અને પે ગ્રેડ,વર્ગ એકના કર્મચારીઓ ને સ્પેશિયાલિસ્ટના અને ડોકટર અધિકારીઓને સેવા હેઠળ આદેશ આપવા, અનુસનાત અભ્યાસ માટે 25% બેઠકો અનામત રાખવા,ચાર્જમાં રહેલી તમામ જગ્યાઓ ભરવા,પાત્રતા ધરાવતા તબીબોને બઢતી આપવા, મેડિકલ સર્વિસ ના ડોકટરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા,ડોકટર અધિકારીઓને ટીકકુ કમિશનનના લાભો આપવા અને બીન જરૂરી વાંધાઓ ન કાઢવા,ફિક્સ પે ગ્રેડ બંધ કરી બોન્ડેડ પે ગ્રેડ આપી જીપીએસસીમાં પાસ થાય ત્યાં સુધી ફરજ પર રાખો અને એ ડોકટરોને જીસીએસઆર હેઠળ વાર્ષિક ઇજાફા આપવા,મળવા પાત્ર અને ચૂકવાયેલ HRA અને NPA ના નાણાં વસુલવાનું બંધ કરવું,કોરોના મહામારીમાં સ્ટ્રેસમાં ફરજ બજાવતા ડોક્ટરો વિરુદ્ધ ટકરાવ થેયલી બાબતોમાં પગલાં ન લેવા બાબત,ડોકટરોને બીનજરૂરી સ્થળથી દૂર દૂર પ્રતુનિયુક્તિ પર પ્રતિબંધ લગાવવા અને રજુઆતમાં ચર્ચા બેઠક દરમ્યાન આંદોલન ને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ત્વરિત નિકાલ કરવા અને તમામ 14 માંગણીઓ સંતોષવા સરકાર સમક્ષ માંગ કરી છે.

મોરબીના તમામ સીએચસી પીએચસી ડોકટરો અલિપ્ત રહેતાં દર્દીઓને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મોરબી સીવીલ હોસ્પિટલમાં આ ડોકટરનો ચાર્જ આયુર્વેદિક ડોકટરને આપવામાં આવ્યો હતો તો બીજી બાજુ દર્દીઓનો પણ સીવીલ હોસ્પિટલમાં ધસારો જોવા મળ્યો હતો સાથે જ આ માંગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી ડોક્ટરોએ આ હડતાળ ચાલુ રાખવાનું જણાવ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/