અમદાવાદ : કોરોનાના 1 વર્ષમાં લોકોએ 1.21 લાખ કરોડ બેન્કમાં જમા કરાવ્યા

0
32
/

અમદાવાદ: ગુજરાતની બેન્કોમાં ડિપોઝિટ વધીને રૂપિયા 8.81 લાખ કરોડ થઇ છે. ગત 2020ના માર્ચમાં ડિપોઝિટ રૂપિયા 7.60 લાખ કરોડ હતી. કોરોનાકાળના કપરા એક વર્ષના સમયમાં પણ ગુજરાતમાં ડિપોઝિટમાં રૂપિયા 1.21 લાખ કરોડનો વધારો થયો છે. ગુજરાતીઓએ સંઘર્ષના સમયમાં પણ બચતની આદત જાળવી રાખી છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 24 જૂને મળેલી ત્રિમાસિક મીટિંગમાં આ વિગતો બહાર આવી છે. 2019ના માર્ચ અંતિમ ડિપોઝિટ 6.97 લાખ કરોડ હતી. 2019-20માં રૂપિયા 63 હજાર કરોડનો વધારો થયો હતો. 2020-21માં કોરોના છતાં અગાઉના વર્ષની સરખામણીએ ડિપોઝિટમાં વધારો થયો છે.

રાજ્યના 33 જિલ્લામાંથી 6.10 લાખ કરોડ સાથે 70 ટકા ડિપોઝિટ તો 7 જિલ્લામાં જ છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છ, ગાંધીનગર અને આણંદનો સમાવેશ થાય છે. 2011માં બેન્કોમાં ડિપોઝિટનો આંકડો 2.72 લાખ કરોડ હતો, 2021માં ચાર ગણો વધી 8.81 લાખ કરોડ થયો છે. કોરોનાકાળમાં સૌથી વધુ અમદાવાદમાં 35 હજાર કરોડની ડિપોઝિટનો વધારો છે. વડોદરામાં 16 હજાર કરોડ, જ્યારે સુરતમાં 13 હજાર કરોડનો વધારો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/