મોરબી ડીસ્ટ્રીક બાર એસોશિએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઠરાવનો વિરોધ

0
36
/

મોરબી : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 21 જૂનના રોજ એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે, લોકડાઉનને લઈને કોર્ટો બંધ હોવાથી ધારાશાસ્ત્રીઓની પ્રેક્ટિસ બંધ થઈ ગઈ હોય આવનારી તારીખ 31 ડિસેમ્બર 2020 સુધી વકીલો અન્ય કોઈ પણ વ્યવસાય કરી શકશે. જો કે મોરબી ડીસ્ટ્રીક બાર કાઉન્સિલે આ બાબતનો વિરોધ કર્યો છે.

હાલમાં કોવીડ 19ને લઈને વિશ્વ સહીત ભારતમાં બધા જ પ્રકારના વ્યવસાય-રોજગાર બંધ હતા. જો કે અનલોક 1.0 બાદ મોટાભાગના વ્યવસાયોને શરતી મંજૂરી સાથે શરુ કરવાની છૂટ મળી છે. જો કે કોરોના વધુ ન પ્રસરે એ માટે હાલ કોર્ટની કાર્યવાહી બંધ રાખવામાં આવી છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગત 21 જૂનના રોજ એવું ઠરાવવામાં આવેલ કે જરૂરિયાતમંદ ધારાશસ્ત્રીઓ 31 ડિસેમ્બર સુધી પોતાની આર્થિક જરૂરિયાત માટે વકીલાતના વ્યવસાયની ગરિમા જળવાય એવા કોઈ પણ નોકરી ધંધા કરી શકશે. આ માટે ધારાશાસ્ત્રીઓને એડવોકેટ એક્ટની કલમ-35 માંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, મોરબી બાર એસોસિએશને આ ઠરાવનો વિરોધ કર્યો છે. કેમકે વકીલો વકીલાતના વ્યવસાય સિવાય અન્ય કોઈ વ્યવસાય કરે તો એ તેઓના વ્યવસાયની ગરિમા જળવાતી ન હોવાનું માને છે.

મોરબી બાર એસોશિએશનની માંગણી છે કે જે રીતે અન્ય ધંધા-રોજગારને શરતોને આધારે જે રીતે છૂટછાટ મળી છે. એ જ રીતે વકીલાતના વ્યવસાયમાં પણ શરતી છૂટ આપવામાં આવે. આથી વકીલોને થતું આર્થિક-માનસિક નુકશાન અટકાવી શકાય. વળી કોર્ટો પર હાલ ચડતું ભારણ પણ ઘટાડી શકાય. મોરબી બાર એસોશિએશને આજે કરેલી રજુઆતમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાની કોર્ટોને શરૂ કરવામાં આવે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવેલો ઠરાવ તત્કાલ પરત ખેંચવામાં આવે તેવું જાણવા મળેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/