મોરબી : કડિયા કામ વખતે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત

0
106
/

મોરબી : મોરબીમાં એક યુવક ત્રીજા માળેથી પ્લાસ્ટરનું કડીયાકામ કરતી વખતે 25 ફૂટની ઊંચાઈએ પડી ગયો હતો. જેથી, તેને સારવાર માટે મોરબી બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવની મળતી માહિતી મુજબ ગઈકાલ તા. 24ના રોજ સવારે દશ વાગ્યા આસપાસ મોરબીના રવાપર ગામમાં અવની પાર્કની પાસે નિતિન પાર્કમાં ગૌતમભાઈ પટેલના મકાન નજીક ત્રીજા માળે પ્લાસ્ટરનું કડીયા કામ કરી રહેલ વિનોદ લાલજીભાઈ નકુમ (ઉ.વ. 36, રહે. ગંદરાની વાડી, સમયના ગેઇટની પાસે, શનાળા રોડ, મોરબી) 25 ફુટની ઊંચાઈએથી નીચે પડ્યા હતા. તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.POLICE-A-DIVISON

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/