મોરબી: મોરબી શહેર અને જીલ્લાની અંદર કોરોના પોઝિટિવ કેસ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોનાને રોકવા માટે સરકારી તંત્ર અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તૈવામાં આજે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના આગેવાનો દ્વારા ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, જેઠાભાઇ મિયાત્રા, જ્યોતિસિંહ જાડેજા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને તેમણે ઉકાળાનું વિતરણ કર્યું હતું સાથોસાથ ઉકાળા પીવા માટે આવતા લોકોને માસ્ક પણ વિનામૂલ્યે આપી પ્રશંશનીય કાર્ય કરવામાં આવ્યુ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide