મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસીએશનના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

0
70
/
ભરત બોપલીયાની પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ 

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસીએશનની હાલની કમીટીની મુદત પૂર્ણ થતાં ગત તા. 13મીના રોજ સાધારણ સભા મળી હતી. હાલના હોદેદારોનું સન્માન કરી ટીમનું વિસર્જન કરાયું હતું. તેમજ નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.

જેમાં એસોસીએશનના નવા પ્રમુખ તરીકે ભરતભાઇ બોપલીયા, ઉપપ્રમુખ તરીકે સંતોષભાઈ શેરશિયા, ભાવેશભાઈ કંજારીયા, રુચિર કારીયાની નિમણુંક કરાઇ હતી. આ ઉપરાંત, મહામંત્રી તરીકે વસંત રાજકોટિયાં, મંત્રી તરીકે રમણિકભાઈ આદ્રોજા અને બાબુભાઇ ગોધવીયાની કોષાધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જ્યારે સલાહકાર સમિતિમાં વિનુભાઇ રૂપાલા, પરેશભાઈ પટેલ, શામજીભાઈ રંગપરિયા, સુભાષભાઈ દેત્રોજા અને ડી. એલ. રંગપરિયાને સ્થાન પણ અપાયું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/