મોરબી જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ, જાણો લોકડાઉન ૪ માં કેટલી છૂટછાટ ?

0
340
/

મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન તરીકે અરૂણોદય સોસાયટી અને શાસ્ત્રીનગર સોસાયટી વાંકાનેર નિયત થયેલ છે આ ઝોનમાં સવારના ૮ થી બપોરના 3 સુધી જ આવશ્યક સેવાઓ ચાલુ રાખી શકાશે આ ઝોનમાં કામદારો, કર્મચારીઓ, દુકાનદારો ઝોનની બહાર જઈ શકશે નહિ અને અન્ય વ્યક્તિઓ (અધિકૃત અધિકારી અને કર્મચારી) સિવાય અંદર પ્રવેશી શકશે નહિ

જયારે નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં મોરબી જીલ્લામાં દર્શાવેલ કન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ અમલવારી કરવાની રહેશે

૧. મોરબી જીલ્લામાં આવેલ તમામ દુકાનો, સંસ્થાઓ અને ઓદ્યોગિક એકમો સવારના ૮ થી બપોરના ૪ સુધી ચાલુ રાખી શકાશે જે એકમોમાં લોક ઇન સુવિધા ઉપલબ્ધ છે તે એકમો સતત ચાલતી પ્રક્રિયામાં સમાવેશ થતો હોય તેને સતત ચાલુ રાખી શકાશે પરંતુ કામદારોની અવરજવર પ્રતિબંધ રહેશે

૨. આવશ્યક સેવાઓ જેમ કે મેડીકલ, દૂધ સહિતના સાથે સંકળાયેલ સિવાયની તમામ આવશ્યક પ્રવૃતિઓ માટે સાંજના ૭ થી સવારના ૭ સુધી કોઈપણ વ્યક્તિગત અવરજવર પર પ્રતિબંધ રહેશે

3. મોરબી જીલ્લામાં માર્કેટ વિસ્તાર, શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનો જે જેની પ્રોપર્ટી કાર્ડ નંબર ઓડ (એકી સંખ્યા) છે તે ઓડ તારીખે ખુલ્લી રાખી શકાશે અને જેની પ્રોપર્ટી કાર્ડ નંબર ઇવન (બેકી સંખ્યા) છે તે બેકી સંખ્યા તારીખે ખુલ્લી રાખી શકાશે

૪. જીએસઆરટીસી બસ સર્વિસનું પરિવહન (અમદાવાદ સિવાય) ચાલુ રાખી શકાશે

૫. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને રમતગમતના મેદાનો પરવાનગી મેળવીને ખુલ્લા રાખી શકાશે જોકે દર્શકો માટે પ્રતિબંધિત રહેશે

જોકે તમામ શૈક્ષણિક, ટ્રેનીંગ અને રીસર્ચ તેમજ કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે, જીમ, પુલ અને બગીચાઓ પણ બંધ રહેશે મોલ અને મોલ અંદર આવેલ દુકાનો બંધ રહેશે ધાર્મિક સ્થળો અને ધાર્મિક મેળાવડાઓ અને જાહેર કાર્યક્રમ બંધ રહેશે થીયેટર બંધ રહેશે

અંતિમ yatra અને અંતિમ સંસ્કારમાં ૨૦ વ્યક્તિને પરવાનગી જયારે લગ્ન પ્રસંગમાં ૪૦ વ્યક્તિને પરવાનગી બંને પક્ષ સહીત

જયારે પાનની દુકાનો ફરત પાર્સલ કરવાની શરતે ચાલુ રાખી શકાશે અને વાણંદની દુકાનો સોશ્યલ ડીસટન્સ પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે જયારે લાઈબ્રેરીમાં ક્ષમતાના ૬૦ ટકા વ્યક્તિઓ સાથે ચાલુ રાખી શકાશે એસટી બસ સેવા ચાલુ રહેશે જયારે સીટી બસ અને ખાનગી બસ સેવા બંધ રહેશે ઓટો રીક્ષામાં ડ્રાઈવર અને બે મુસાફર બેસી શકશે તો હોટેલમાં ફક્ત હોમ ડીલીવરી ચાલુ રાખી શકાશે

જાહેર સ્થળોએ માસ્ક નહિ પહેરનારને ૨૦૦ રૂ દંડ થશે અને જાહેર સ્થળે થૂંકવા બદલ ૨૦૦ રૂ દંડ થશે આ જાહેરનામું સમગ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારને લાગુ પડશે જેની અમલવારી તા. ૩૧-૦૫ સુધી કરવાની રહેશે

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/